Fabric Square · માર્ગદર્શિકા

Fabric Square ખરેખર શું કરે છે

Fabric Square કોના માટે છે, શેનો હિસાબ રાખે છે, ખર્ચ કેટલો થાય અને તમારા ધંધામાં બેસે છે કે નહીં એ કઈ રીતે જાણવું.

આ કોના માટે છે

Fabric Square કાપડના વેપારીઓ, ગારમેન્ટ બનાવનારા અને કપડાં ભાડે આપનારા માટે બનેલું છે — એવા ધંધા માટે જે સ્ટોકના ચોપડા, જોબ વર્કના લોટની ડાયરી અને એક WhatsApp ગ્રુપના ભરોસે ચાલે છે.

  • કાપડ અને યાર્નના વેપારી.
  • રેડીમેડ અને ગારમેન્ટ બનાવનારા.
  • કારીગરો પાસે કામ કરાવનારા દરેક.
  • કપડાં ભાડે આપવાનો ધંધો.

શું શું સંભાળે છે

સ્ટોક, વેચાણ, ખરીદી, જોબ વર્ક, પાર્ટીઓ અને સ્ટાફ — બધું એક જ જગ્યાએ રહે છે, એટલે એક જ આંકડો ત્રણ ચોપડામાં લખવો પડતો નથી.

  • સ્ટોકનો હિસાબ, અને માલ ખૂટવા આવે ત્યારે ચેતવણી.
  • વેચાણનાં બિલ અને સેલ્સ રિટર્ન.
  • ખરીદી અને સપ્લાયરનું ખાતું.
  • જોબ વર્ક અને પ્રોડક્શન, લોટ પ્રમાણે.
  • સ્ટાફની હાજરી, રજા અને પગાર.

ખર્ચ કેટલો

શરૂ કરવા માટે ફ્રી ટ્રાયલ છે, કાર્ડની જરૂર નથી. પછી પ્લાનના પૈસા અને તમે જેટલા મોડ્યુલ ચાલુ કરો એટલાના જ પૈસા — તમારે ત્યાં જે કામ થતું જ નથી, એના પૈસા આપવાના નહીં.

પ્લાન અને ભાવ જુઓ

ક્યાંથી શરૂ કરવું

બેસે છે કે નહીં એ જાણવાની સૌથી ઝડપી રીત એટલે ડેમો કંપની પર નહીં, પણ તમારા પોતાના સ્ટોક અને તમારી પોતાની પાર્ટીઓ પર 20 મિનિટ કાઢવી.

ડેમો બુક કરો

છેલ્લે સુધાર્યું: 2026-08-07